અકસ્માતોમાં ઇજાગ્રસ્તોને શરૃઆતના ૫૦ કલાક મફત સારવાર અપાશે ઃ મોદી
દેશમાં માર્ગ અકસ્માતોમાં જાનહાનિના ઊંચા દરથી ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ રેડિયો સંબોધન 'મન કી બાત'માં જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં માર્ગ પરિવહન અને સુરક્ષા ખરડો લાવશે અને માર્ગ અકસ્માતોના ઇજાગ્રસ્તો માટે શરૃઆતના ૫૦ કલાક સુધી કૅશલૅસ ટ્રીટમેન્ટ લૉન્ચ કરશે. ૧૫ મિનિટના તેમના ભાષણમાં મોદીએ રાજકારણ અંગે કે 'લલિતગેટ' તથા વ્યાપમ કૌભાંડ સહિતના મુદ્દાઓને લઇને સંસદમાં જારી મડાગાંઠ અંગે બોલવાનું ટાળ્યું હતું. તેમણે સ્વાતંત્ર્ય દિનના તેમના ભાષણ માટે દેશવાસીઓ પાસેથી સૂચનો પણ માગ્યા હતા. વડાપ્રધાને નોંધ્યું હતું કે ભારતમાં દર મિનિટે એક માર્ગ અકસ્માત થાય છે અને માર્ગ અકસ્માતમાં દર ચાર મિનિટે એક વ્યક્તિનું મોત થાય છે, જે પૈકી ત્રીજા ભાગનાં મૃતકો ૧૫થી ૨૫ વર્ષના હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંકમાં માર્ગ પરિવહન અને સુરક્ષા ખરડા ઉપરાંત રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા નીતિ તથા રોડ સેફ્ટી એક્શન પ્લાન લાવશે. આ સંબંધમાં એક પ્રોજેક્ટ અંતર્ગત અકસ્માતના ઇજાગ્રસ્તોએ કે તેમના પરિવારે સારવારના નાણા ક્યાંથી લાવવા તેની પહેલા ૫૦ કલાક સુધી ચિંતા કરવાની રહેશે નહીં. પહેલા ૫૦ કલાક સુધી ઇજાગ્રસ્તોને કૅશલૅસ ટ્રીટમેન્ટ મળશે. આ પ્રોજેક્ટ ટૂંકમાં લૉન્ચ કરાશે. 'મન કી બાત'ની સાથે સાથે... - પોતે શનિવારે બિહારમાં જાહેર કરેલી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના અંતર્ગત દેશના તમામ ગામોમાં ૨૪ કલાક વીજળી આપવાનું મોદીનું વચન. - ઉત્તર-પૂર્વના રાજ્યોના વિકાસ માટે સંબંધિત મંત્રાલયના અધિકારીઓ તે રાજ્યોમાં સાત દિવસના કેમ્પ કરીને સ્થાનિક સમસ્યાઓ અંગે ત્યાંના રહેવાસીઓ પાસેથી વિગતો મેળવશે. - કઠોળ અને બિયારણોના ઉત્પાદનમાં અનુક્રમે ૫૦ ટકા અને ૩૩ ટકા વધારા અંગે મોદીએ ખુશી વ્યક્ત કરી. - વડાપ્રધાને કારગિલ વિજય દિવસ નિમિત્તે ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં દેશની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર શહીદોનું પણ સ્મરણ કર્યું હતું. - આજના યુવાનોની વિજ્ઞાાન અને ટેક્નોલોજીમાં રૃચિ ઘટી રહી હોવા અંગે મોદીએ ચિંતા વ્યક્ત કરી. - ૧૫ ઓગસ્ટના તેમના રાષ્ટ્રજોગ ભાષણ માટે દેશવાસીઓ પાસેથી સૂચનો માગ્યા.
Pl see my blogs;
Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!