Quantcast
Channel: My story Troubled Galaxy Destroyed dreams
Viewing all articles
Browse latest Browse all 6050

- છોટાઉદેપુર કલેક્ટર પર રેતીના માફિયાઓ દ્વારા હુમલાનો પ્રયાસ

$
0
0


-- છોટાઉદેપુર કલેક્ટર પર રેતીના માફિયાઓ દ્વારા હુમલાનો પ્રયાસ
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર અને મામલતદાર ઓરસંગ નદીમાં રેતીનું ગેરકાયદે ખનન થતું હોય, તેનું ચેકીંગ કરવા નીકળ્યા ત્યારે તેમની ગાડી આગળ ભાગતા ટ્રેક્ટરનો ડ્રાઇવર કૂદીને નાસી છૂટતાં ટ્રેક્ટર રીવર્સ આવીને ગાડી સાથે અથડાયું હતું. જોકે આ ઘટનામાં અધિકારીઓનો આબાદ બચાવ થયો હતો. જોકે રેતી માફિયાઓ દ્વારા આયોજન બધ્ધ કરવામાં આવેલા હુમલાના આ પ્રયાસની પોલીસ ફરિયાદ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર જેનું દેવન નાયબ કલેક્ટર પટેલ અને મામલતદાર ફુબસીંગ રાઠવા ઔરસંગ નદીમાં રેતીનું ગેરકાયદે ખનન થતું હોય તેના ચેકીંગમાં નીકળ્યા હતા. બપોરે ૧૨.૧૫ કલાકે અલીરાજપુર તરફ જતા આરટીઓ ચેક પોસ્ટ પાસે બ્રીજ પર ચેકીંગ માં ગયા ત્યારે અનેક ટ્રેક્ટરો રેતી ખનન કરતા હતા. ત્રણે અધિકારીઓ એ ત્યાં પહોંચી ગયા હતા જેથી ટ્રેક્ટર ચાલકો ભાગવા લાગ્યા હતા. જોકે બે ગુલાટ ખાઇ ગયા હતા. ટ્રેક્ટરો વાઘ સ્થળ ડુંગર તરફ ભાગતા હતા તેની પાછળ નાયબ કલેક્ટરની બોલેરો ગાડી એ પીછો કર્યો હતો. જેમાં નાયબ કલેક્ટર અને મામલતદાર પણ હતા. વાઘસ્થળ ડુંગર તરફ રસ્તો જાય છે. ત્યાં ચાલુ ટ્રેક્ટરે ડ્રાયવર કુદીને ભાગી ગયો હતો. જેથી ટ્રેક્ટર પાછુ આવતા કલેક્ટર તેમજ અન્ય બે અધિકારીઓ જેમાં બેઠેલા હતા એ જીપ ગાડીને જોરથી અથડાયું હતુ. પરંતુ જીપ ત્યાંજ ઉભી રહી જતા અંદર બેઠેલા તમામનો બચાવ થયો હતો. જોકે જીપની ડાબી બાજુએ હેડ લાઇટ પર ગોબો પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ તથા અન્યો સ્થળ ઉપર પહોંચી ગયા હતા. કલેક્ટર જાતે તપાસમાં આવ્યા હોવાની ખબર પડતા ટ્રેક્ટરો ભાગવા જતાં આરટીઓ ચેક પોસ્ટ પાસે એક ઇલેક્ટ્રીક પોલ પણ તોડી પાડયો હતો. અત્રે એ નોંધનીય છે કે ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન કરતા ટ્રેક્ટરો આગળ પાછળ નંબર પ્લેટો રાખતા નથી અને આવું વર્ષોથી ચાલે છે. આજરોજ ગેરકાયદે રેતી ખનન કરતા પકડાયેલ ૧૩ ટ્રેક્ટરો પૈકી એક ની પણ નંબર પ્લેટો જોવા મળી ન હતી. અધિકારીઓ પર આ રીતે હુમલો થવાની ઘટના પ્રથમ નથી. અગાઉ એસડીએમએસ બગોરા ઉપર પણ ફતેપુરા વિસ્તારમા છોટાઉદેપુર મુકામે ચેકીંગ માં ગયા હતા ત્યારે હુમલો થયો હતો અને આ અંગે પોલીસ ફરિયાદ પણ થઇ હતી. અહી ખાણ ખનીજ ખાતાની કચેરી આવેલ છે. છાતં પણ રાત દિવસ ગેરકાયદે છે. થોડા દિવસો અગાઉ નગરપાલિકા પ્રમુખ અને ઓફિસરે એક પત્ર પણ ખાણ ખનીજ ખાતાને લખ્યો હતો કે છોટાઉદેપુર વોટર વર્કસના કુવાઓ ઔરસંગ નદીમાં આવેલ છે. તેની આસપાસ રેતી ખનન થતાં પાણીનો પુરવઠો એકત્રીત થતો નથી. અત્યારે ઔરસંગ નદીમાં ઘણું પાણી આવ્યું છે છતાં વારિગૃહ સમિતિના ચેરમેનના જણાવ્યા મુજબ કુવા નજીક પાણી એકત્રીત થતું નથી અને વચ્ચે પંપ બંધ રાખી પાણી આપવું પડે છે. કુવાની આસપાસ રેતી કાઢી લેતા આવું બને છે. છેલ્લા ઘણા સમયથી અલીરાજપુર બ્રીજ પાસે રેતી ખનન થતુ હતુ અને આગળ ડુંગર ભાગ તરફ મોટા રેતીના ઢગલા કરતા હતા. આજરોજ રેતી ખનન અલીરાજપુર બ્રીજ પાસે વનારગામ અને જાગનાથ મંદિર પાસે થાય છે. ત્યાં ચેકીંગ કરાયું હતું. આજરોજ બનેલ ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે.
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

Viewing all articles
Browse latest Browse all 6050

Trending Articles