અમિત શાહે નરેન્દ્ર મોદીને દેશના પહેલાં ઓબીસી વડાપ્રધાન કહેતાં વિવાદ સર્જાયો
વી દિલ્હી- નરેન્દ્ર મોદીને દેશના પ્રથમ ઓબીસી વડાપ્રધાન કહેનાર બીજેપી અધ્યક્ષ અમિત શાહ ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. જેડીયુએ અમિત શાહની આ વાતનું ખંડન કરીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીની વડાપ્રધાનને જાતીય નેતાની તરીકે આગળ કરવાની કોશિશ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પણ આ વાતનું ખંડન કર્યું છે. જેડીયુના મહાસચિન કેસી ત્યાગીએ શનિવારે કહ્યું કે દેશના પ્રથમ ઓબીસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોવાનો અમિત શાહનો દાવો ખોટો છે. આ પદ પર અગાઉ રહી ચૂકેલા ચૌધરી ચરણ સિંહ અને એચડી દેવેગોડા પણ ઓબીસી સમુદાયના હતા.