Quantcast
Channel: My story Troubled Galaxy Destroyed dreams
Viewing all articles
Browse latest Browse all 6050

રશિયામાં મોદી-શરીફની મુલાકાત સમયે દેશમાં આતંકવાદી હુમલાનો ભય

$
0
0
રશિયામાં મોદી-શરીફની મુલાકાત સમયે દેશમાં આતંકવાદી હુમલાનો ભય
દેશમાં ફરી એકવાર આતંકવાદી હુમલોનો ભય મંડરાઇ રહ્યો છે. રશિયાના ઉફામાં 10 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની સાથે મુલાકાત કરી શકે છે, વળી ઇન્ટેલિજન્સ એજન્સીઓ અનુસાર આ મુલાકાત પર આતંકવાદીઓની ખરાબ નજર છે. રિપોર્ટના આધાર પર સેના, રાજ્યોની પોલીસ અને કેટલાય સંવેદનશીલ રાજ્યોમાં આતંકવાદીઓ હુમલાને ધ્યાનમાં રાખીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઇન્ટેલિજન્સની રિપોર્ટ અનુસાર આ વખતે ખતરો દેશના શહેરોમાં જ નહી પણ આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ છે. એવામાં એલઓસી અને સરહદ પર સેનાને સતર્ક કરી દેવામાં આવ્યા છે. સેના અને બીએસએફના યૂનિટ પર પણ આંતકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર આતંકવાદીઓના નિશાના પર દેશના કેટલાય મોટા અને નાના શહેરો હોઇ શકે છે. તેમની યોજના સીરિયલ બ્લાસ્ટ કે એકથી વધારે બ્લાસ્ટની પણ હોઇ શકે છે. જાણાવા મળી રહ્યું છે કે આતંકવાદી દેશની આર્થિક અન કોમ્યુનિટી શાંતિનો ભંગ કરવ માંગે છે. એજન્સીઓએ રાજ્ય પર પોલીસને સાવચેત કર્યા છે કે તેઓ અફવાઓને ફેલાતી અટકાવે કારણ કે આતંકવાદીઓ કોમી એખલાસને બગાડવા અને રમખાણો કરાવવાનો પ્રયત્ન કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર ઉફામાં સમ્મેલન ઉપરાંત શુક્રવારના રોજ નવાઝ શરીફની સાથે અલગથી મુલાકાત કરી શકે છે. જો કે આ મુલાકાતને લઇને સમયની ખાતરી હજુ થઇ નથી, પણ મુલાકાત લગભગ નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં બન્ને દેશોની વચ્ચે વિદેશ સચિવ સ્તરની મંત્રણા બાદ પહેલીવાર બન્ને વડાપ્રધાન મુલાકાત કરશે. જો કે આ પહેલા નેપાળમાં નવેમ્બર 2014માં SAARC સમ્મેલન દરમિયાન નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ સામ-સામે થયા હતા.

Viewing all articles
Browse latest Browse all 6050

Trending Articles